આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવી દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિર સહિત રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે. મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને અખંડ રામાયણનો પાઠ કરવામાં આવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય હનુમાન મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા છે. અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, વિવિધ રાજ્યોમાં પણ હનુમાન જન્મોત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જન્મોત્સવની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
Site Admin | એપ્રિલ 12, 2025 7:41 પી એમ(PM)
આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
