દેશના નાગરિકોને તેમના કાયદાકીય અધિકારીઓથી વાકેફ કરવા આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસની ઉજવણી કરવામાં આવી છે. વિવિધ પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોને તેમના કાયદાકીય અધિકારો અંગે માહિતગાર કરાયા હતા તેમજ વિવાદ નિવારણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1995માં આજના દિવસે કાનૂની સેવા સત્તામંડળ ધારો અમલમાં મૂકાયો હતો. સમાજના કાનૂની સહાયથી વંચિતોને સરળતાથી કાનૂની સેવા ઉપલબ્ધ કરાવી એ આ ધારાનો મુખ્ય હેતુ હતો. વર્ષ 1995માં પાંચમી ડિસેમ્બરે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની રચના કરવામાં આવી હતી.