ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 27, 2024 2:38 પી એમ(PM) | ટ્રેડિંગ

printer

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન તેજી જોવા મળી

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન તેજી જોવા મળી રહી છે. આજના કારોબારની શરૂઆત પણ મજબૂત નોંધ પર થઈ હતી. ટ્રેડિંગની શરૂઆતની 20 મિનિટમાં નજીવી વધઘટનો સામનો કર્યા બાદ શેરબજારમાં ખરીદીના ટેકાથી તેજી જોવા મળી હતી. શરૂઆતના એક કલાકના ટ્રેડિંગ પછી સેન્સેક્સ મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
શેરબજારના મોટા શેરોમાં, બજાજ ઓટો, ટાટા મોટર્સ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઇન્ડસઇન્ડ બેંક અને ટ્રેન્ટ લિમિટેડના શેર વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. જોક અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ટીસીએસ અને કોલ ઈન્ડિયાના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ