ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 6, 2025 4:39 પી એમ(PM)

printer

આજે સતત ચોથા દિવસે ઉત્તર અને પૂર્વ ભારતમાં શીતલહેર પ્રવર્તી રહી છે

આજે સતત ચોથા દિવસે ઉત્તર અને પૂર્વ ભારતમાં શીતલહેર પ્રવર્તી રહી છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે અને ટ્રેન અને વિમાન વ્યવહાર પર અસર થઈ છે. રાજધાની દિલ્હી અને ગુડગાંવમાં આજે સવારે હળવો વરસાદ પડતાં અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. હવામાન વિભાગે ઊંચાઇ વાળા વિસ્તારોમાં ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાની આગાહી કરી છે.
શ્રીનગર સહિત કાશ્મીરનાં મોટાં ભાગનાં વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે નવેસરથી બરફવર્ષા થઈ છે. બરફવર્ષાને કારણે શીતલહેર ફરી વળતા સામાન્ય જનજીવન પર અસર પડી છે . શ્રીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારે બરફવર્ષા ને કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. શ્રીનગરથી કારગિલ અને કારગિલથી ઝન્સ્કાર રોડ ભારે બરફવર્ષાને કારણે બંધ કરવામાં આવ્યો છે.
વહીવટીતંત્રએ જાહેર જનતા, પર્યટકો અને ટુર ઓપરેટરોને કોઈ પણ પ્રકારની અગવડતા ટાળવા માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ નબળી દ્રશ્યતાને કારણે કોલકતા એરપોર્ટ પર 60 ફ્લાઇટમાં વિલંબ થયો છે. બિહાર, પંજાબ અને હરિયાણામાં પણ ઠંડીનું મોજું યથાવત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ