આજે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત
ધારણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.સવારથી જ વિવિધ બ્રાહ્મણ સંગઠનો દ્વારા નદી
કિનારા અને મંદિરોમાં નવુ યજ્ઞોપવિત ધારણ કરાયું હતું. ગાયત્રી મંત્ર અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ
સાથે પરંપરાગત રીતે આ કાર્યક્રમ યોજાયા હતા.
આ ઉપરાંત આજના દિવસે દરિયાદેવની પણ પૂજા કરવાની પરંપરા છે. સાગરખેડૂઓ
દ્વારા શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે વલસાડ, નવસારી, દિવ દમણ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારા ઉપર
દરિયાદેવનું પરંપરાગત રીતે પૂજન કર્યું હતું.
Site Admin | ઓગસ્ટ 19, 2024 3:16 પી એમ(PM)