આજે શ્રાવણનો ત્રીજો સોમવાર અને શ્રાવણી પૂર્ણિમાના તહેવારનો સુભગ સમન્વય થતાં
સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર ઉમટી રહ્યો છે. આજે વહેલી સવારે ચાર વાગે ભક્તો
માટે મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા
અનુભવી હતી. આ પ્રસંગે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.દરમિયાન, યાત્રાધામ દ્વારકામાં પણ આજે ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા છે.
અહીંનાં પવિત્ર ગોમતી ઘાટ પર ભૂદેવોએ સ્નાન કર્યા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત
બદલી હતી.
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
હતા. સવારથી જ ભક્તોએ શામળિયાને રાખડી બાંધી હતી. દીવ દમણના વહીવટકર્તા પ્રફુલ
પટેલે પણ શામળાજીનાં દર્શન ક્યા હતા.
આ સાથે આજે 43 દિવસથી ચાલતી અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ થઇ છે.. સત્તાવાર
આંકડા પ્રમાણે, આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ પાંચ લાખથી વધારે શ્રધ્ધાળુઓએ પવિત્ર
મંદિરના દર્શન કર્યા છે.
Site Admin | ઓગસ્ટ 19, 2024 3:23 પી એમ(PM)