આજે શહીદ દિન નિમિત્તે દેશભરમાં સવારે ૧૧ કલાકના ટકોરે બે મિનીટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર વીરોનું ઋણ અદા કરાશે.
સમગ્ર દેશમાં સવારે 11 વાગે કામકાજ અને વાહન વ્યવહારની ગતિને બે મિનીટ માટે સ્થગિત કરી મૌન પાળવા અપીલ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે કરી છે.
જે સ્થળે સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા હોય, ત્યાં સવારે ૧૦-૫૯ કલાકે એક મિનીટ માટે એટલે કે, ૧૧ કલાક સુધી સાયરન વગાડી તથા તોપ ફોડવામાં આવશે.
શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ અને કોર્પોરેશન વિગેરેમાં દેશની સ્વતંત્રતા અંગેના વકત્વ્ય, સંવાદ વગેરેનું આયોજન પણ કરાયું છે..દેશને અનેક સંઘર્ષ બાદ મળેલી સ્વતંત્રતાનું મહત્વ નવી પેઢીને સમજાય અને રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત કરવા પ્રયાસ હાથ ધરાયો છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 9:14 એ એમ (AM)
આજે શહીદ દિન નિમિત્તે દેશભરમાં સવારે ૧૧ કલાકના ટકોરે બે મિનીટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર વીરોનું ઋણ અદા કરાશે
