આજે વિશ્વ હ્યદય રોગ દિવસ છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં હ્રદય રોગની બીમારીના અંદાજિત બાવન હજાર આપાતકાલીન કોલ 108 ઇમરજન્સી સેવાને મળ્યા છે. ત્યારે યોગ દ્વારા હ્યદયને લગતી બીમારીઓ ઘટાડી શકાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે દરેક જિલ્લાઓમાં હ્યદયરોગ જાગરૂકતા માટે યોગ શિબિરનું આયોજન કરાયું છે.
ઉપરાંત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીક્ષપાલના વડપણ હેઠળ રાજ્યસ્તરીય હ્રદયરોગ જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હ્યદયરોગની રોકથામ અને હ્યદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થતા સરળ અને અસરકારક યોગ આસનો અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 9:21 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | news | newsupdate | World Heart Day | ગુજરાત | ભારત | વિશ્વ હ્રદય દિવસ