આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થઇ હતી. આજે સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ અમરેલી સહિત 11 જિલ્લામાં 11,000 થી વધુ શાળા કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓની રેલી, ચિત્ર સ્પર્ધા, ફોટો પ્રદર્શન અને પ્રતિજ્ઞા પત્ર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાસણ ખાતે મુખ્યમંત્રીએ સિંહના મ્હોરા પહેરેલા વિદ્યાર્થીઓની રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું. તો ગીરના સાવજ ઉપરના પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું.
Site Admin | ઓગસ્ટ 10, 2024 3:33 પી એમ(PM)