પ્રાણીઓના રક્ષણ અંગે જનજાગૃતિ કેળવવા તેમજ પ્રાણી કલ્યાણને પ્રાધાન્ય આપવાના આશયથી દર વર્ષે ચોથી ઓક્ટોબરના રોજ “વિશ્વ પ્રાણી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પ્રાણી દિવસની ઉજવણી “ધ વર્લ્ડ ઈઝ ધેઈર હોમ ટૂ”ની થીમ સાથે થઇ રહી છે, જેનો અર્થ થાય છે કે, આ વિશ્વ પ્રાણીઓનું પણ ઘર છે.
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રાણી દિવસ સંદર્ભે કહ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશમાં ગાય અને સંપૂર્ણ ગૌવંશ કતલ પ્રતિબંધક કાયદો લાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે, જેમાં જનમટીપ સુધીની સજાની જોગવાઈ કરાઈ છે. પશુપાલન મંત્રીએ માનવીની કેટલીક ટેવો પ્રાણીઓના જીવન પર વિપરીત અસર કરતી હોવાનો ઉલ્લેખ કરીને પ્લાસ્ટીકની કોથળીમાં વધેલું ખાવાનું ભરીને પ્રાણીઓને ન ખવડાવવા લોકોને અપીલ કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા પ્રાણીઓના કલ્યાણ બોર્ડની રચના, ગૌશાળાઓ, પાંજરાપોળ અને કરૂણા એમ્બ્યુલન્સ જેવી રાજ્ય સરકાર દ્વારા પ્રાણીઓના રક્ષણ માટેની સેવાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતી દાખવવાની પણ તેમણે નાગરિકોને અપીલ કરી હતી.
Site Admin | ઓક્ટોબર 4, 2024 8:12 એ એમ (AM)