ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ‘વિકાસની સાથે સાથે વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવા પ્રવાસન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અર્થવ્યવસ્થા પર પ્રવાસનની ઘણી વ્યાપક અસર પડી છે. શાંતિના ક્ષેત્રમાં પણ પ્રવાસનની મહત્વની ભૂમિકા છે. પ્રવાસનના ઘણા સારા દિવસો આવવાના છે.
નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પ્રવાસન મંત્રાલય દ્વારા વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, “પ્રવાસન અને શાંતિ”ની વિષયવસ્તુ સાથે આજે દેશમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસનો ઉદ્દેશભાવિ પેઢીઓ માટે વધુ ટકાઉ અને સમાન પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 2:21 પી એમ(PM) | ઉપરાષ્ટ્રપતિ