ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 27, 2024 9:22 એ એમ (AM)

printer

પ્રવાસન મંત્રાલય પણ આજે નવી દિલ્હી ખાતે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરશે

પ્રવાસન મંત્રાલય પણ આજે નવી દિલ્હી ખાતે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરશે. આ ઉજવણી વિકાસ અને વૈશ્વિક સુમેળને પ્રોત્સાહન આપવામાં પર્યટનની મહત્વની ભૂમિકાને દર્શાવશે. આ વિશેષ કાર્યક્રમને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંબોધશે. આ પ્રસંગે મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ પુરસ્કારોની પણ જાહેરાત કરાશે.
આકાશવાણી સમાચાર સાથેના વિશેષ સંવાદમાં પ્રવાસન મંત્રાલયનાં મહાનિર્દેશક મુગ્ધા સિન્હાએ કહ્યું, ‘જવાબદાર અને ટકાઉ પ્રવાસનએ આજની જરૂરિયાત છે. તેમણે વિશ્વભરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ગ્રામીણ, મહિલાઓ, યુવાનો અને સ્થાનિક સમુદાયોની આગેવાની હેઠળના પ્રવાસન પર ધ્યાન આપવા પર ભાર મૂક્યો હતો. સમગ્ર વિશ્વમાં આજે 27મી સપ્ટેમ્બરે “પ્રવાસન અને શાંતિ”ની વિષયવસ્તુ સાથે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થઈ રહી છે.
આ દિવસનો ઉદ્દેશ ભાવિ પેઢીઓ માટે વધુ ટકાઉ અને સમાન પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. લોકોને જોડવામાં અને અર્થતંત્રને વેગ આપવામાં પ્રવાસનનો કેટલો મહત્વનો ફાળો છેતે દર્શાવવા માટે દર વર્ષે આજના દિવસે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ