આજે વિશ્વ પ્રવાસન દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા વર્ષ ૧૯૮૦થી ૨૭મી સપ્ટેમ્બરે તેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૪ના પ્રવાસન દિવસની વિષય વસ્તુ છે- ‘‘પ્રવાસન અને શાંતિ’’. ગુજરાત છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશ વિદેશનાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને દર વર્ષે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.
રાજ્યની મુલાકાત લેનારા પ્રવાસીઓનીસંખ્યા 24 ટકા વધીને 2023-24માં 18 કરોડ 59 લાખ થઈ છે તેમ, પ્રવાસન મંત્રી મુળુ બેરાએ જણાવ્યું છે. તેમાં 17 કરોડ 50 લાખ સ્થાનિક પ્રવાસીઓ તેમજ 23 લાખ 43 હજાર વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
શ્રી બેરાએ વધુમાં જણાવ્યું કે, દેશભરમાંથી સૌથી વધુ 1 કરોડ 65 લાખ માઈ ભક્તોએ અંબાજી દર્શનનો લાભ લીધો છે. જ્યારે સોમનાથ મંદિર ખાતે 97 લાખ 93 હજાર પ્રવાસીઓએ દર્શનનો લાભ લીધો છે. અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર 79 લાખ, સાબરમતી રિવરફ્રન્ટની 44 લાખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 43 લાખ કરતાં વધુ એમ મળીને કુલ 1 કરોડ 93 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 9:46 એ એમ (AM)
આજે વિશ્વ પ્રવાસન દિવસઃ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા 24 ટકા વધીને 18 કરોડ 59 લાખ થઈ
