ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 8:51 એ એમ (AM)

printer

આજે વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરાશે

આજે વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરાશે. ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ અન્ય સંલગ્ન સંસ્થાઓ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી આજે કરાશે.
‘વિશ્વ ધ્યાન દિવસ–૨૦૨૪’નો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં શ્રી શિવકૃપાનંદ સ્વામીની અધ્યક્ષતામાં યોજાશે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ના વિશેષ કાર્યક્રમો રાજ્યના વિવિધ શહેરો-ગામડાઓ મળીને કુલ ૪૦ સ્થળોએ યોજાશે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ