ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 8:16 પી એમ(PM)

printer

આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે હરિયાણાના પંચકુલામાં દેવીલાલ સ્ટેડિયમથી રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાન “કેચ ધ રેઈન-2025” નો પ્રારંભ કરાવ્યો.

આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે હરિયાણાના પંચકુલામાં દેવીલાલ સ્ટેડિયમથી રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાન “કેચ ધ રેઈન-2025” નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, હરિયાણા સિંચાઈ અને જળ સંસાધન મંત્રી શ્રુતિ ચૌધરી અને અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ નદીઓ, ઝરણા અને જંગલો વચ્ચેના પર્યાવરણીય સંબંધને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘જળ-જંગલ-જન, એક કુદરતી બંધન અભિયાન’ પણ શરૂ કર્યું. આ ઉપરાંત, તેમણે જળ સંરક્ષણ યોજનાનું ઓનલાઈન લોન્ચિંગ કર્યું. આ પ્રસંગે, પ્રગતિશીલ ખેડૂતો, મહિલાઓ, પાણી વપરાશકાર સંગઠનો, ઉદ્યોગો અને બિન-સરકારી સંસ્થાઓને પાણી સંરક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ