આજે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ મીઠા પાણીના મહત્વ અને જળ સંશાધનોની યોગ્ય વ્યવસ્થા અંગે જાગૃતિવધારવા માટે ઉજવાય છે. કાર્યક્રમનો ઉદ્દેશ વિશ્વભરમાં જળસંકટને પહોંચી વળવા માટેજાગૃતિ વધારવી અને કાર્યવાહીને પ્રેરિત કરવાનો છે. આ ઉત્સવ સતત વિકાસ લક્ષ્ય છથીનજીકથી જોડાયેલો છે. તેનો ઉદ્દેશ વર્ષ 2030 સુધી દરેક માટે પાણી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો છે.
આ વર્ષનો વિષય ‘ગ્લેશિયરસંરક્ષણ’ છે. આ વૈશ્વિક મીઠાપાણીના પૂરવઠાને જાળવી રાખવામાં ગ્લેશિયરની મહત્વની ભૂમિકા અને આબોહવા સંરક્ષણ ઉપાયોની તાત્કાલિક જરૂરિયાત પર ભાર આપે છે. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 1992માં બ્રાઝિલનારિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસ પરના સંમેલનમાં વિશ્વ જળ દિવસની જાહેરાત કરી હતી. આ સંમેલનમાં સત્તાવાર રીતે 22માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ પસાર કરાયો હતો. પહેલો વિશ્વ જળદિવસ 22 માર્ચ 1993ના દિવસે ઉજવાયો હતો. હાલમાં, આશરે 2.2 અબજ લોકો સ્વચ્છ અને સલામત પીવાના પાણીથી વંચિત છે. આજે વિશ્વભરમાં પાણી સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Site Admin | માર્ચ 22, 2025 1:27 પી એમ(PM)
આજે વિશ્વ જળ દિવસની ઉજવણી
