આજે વિશ્વ ક્ષય રોગ દિવસ છે. ક્ષય રોગ -TBના વિનાશક આરોગ્ય, સામાજિક અને આર્થિક પરિણામો વિશે જાગૃતિ લાવવા અને વૈશ્વિક રોગચાળાને સમાપ્ત કરવાના પ્રયત્નોને વેગ આપવા માટે દર વર્ષે 24 માર્ચે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1882માં ડૉક્ટર રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષની વિષયવસ્તુ છે “હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએઃ પ્રતિબદ્ધ થવું, રોકાણ અને પરિણામલક્ષી પ્રયાસ,”
અમારા સંવાદદાતા જણાવે છે કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ક્ષય નાબૂદી માટે અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના 2024નાં અહેવાલ પ્રમાણે ભારતમાં ટીબીનાં દરમાં 17.7 ટકાનો ઘટાડો થયો છે
Site Admin | માર્ચ 24, 2025 6:47 એ એમ (AM)
આજે વિશ્વ ક્ષય રોગ દિવસ -TB — ટીબીના બેક્ટેરિયાની શોધની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસની ઉજવણી
