દર વર્ષે માર્ચ મહીનાના બીજા ગુરુવારે “વિશ્વ કિડની દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. લોકોમાં કિડની સંબંધીત રોગો અંગે અને કિડનીના દર્દીઓને અંગદાનથી કિડની મળી રહે તે માટે લોકોમાં જાગૃતતા કેળવવાનો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે. આ અંગે જાગૃતિ માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
કિડની દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૧૮૧મું અંગદાન થયું. ગુપ્તદાન રૂપે થયેલા આ અંગદાનથી એક હ્રદય, બે કિડની અને એક લિવરનું દાન મળ્યું છે.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં કુલ 181 અંગદાતાઓ થકી 328 કિડની, 158 લીવર, 57 હ્રદય, 30 ફેફસા, 10 સ્વાદુપિંડ,મળી કુલ 591 અંગોનું દાન મળ્યું છે જેના થકી 573 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
Site Admin | માર્ચ 13, 2025 8:54 એ એમ (AM)
આજે “વિશ્વ કિડની દિવસ”ની ઉજવણી
