આજે વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસ ‘Retrieve, Recycle and Revive’ની વિષયવસ્તુ સાથે ઉજવાશે. ઇ-વેસ્ટમાં મુખ્યત્વે લેડ, મર્ક્યુરી અને કેડમિયમ જેવી અનેક પ્રકારની ઝેરી અને હાનિકારક ધાતુઓ હોય છે જે મોટા પ્રમાણમાં વાયુ, જળ અને જમીનમાં પ્રદૂષણ ફેલાવે છે. રાજ્યમાં કુલ 40 જેટલા અધિકૃત ઈ-વેસ્ટ રિસાઇકલ કરનાર સંસ્થા છે જેની કુલ ક્ષમતા 1.91 લાખ મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં એક લાખથી વધુ મેટ્રિક ટન ઇ-વેસ્ટ એકત્ર કરાયું છે. આ ઈ-વેસ્ટમાંથી મળતા આર્યન, કોપર વગેરે કિંમતી ધાતુઓનો ફરીથી નવી ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય વસ્તુઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018થી વૈશ્વિક સંસ્થા “વેસ્ટ ફ્રોમ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ ફોરમ” દ્વારા દર વર્ષે 14મી ઓક્ટોબરે ‘વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 3:51 પી એમ(PM)