આજે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 29મી સપ્ટેમ્બરે, આ દિવસ હૃદયરોગના રોગો વિશે જાગૃતિ લાવવા અને વૈશ્વિક સ્તરે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ ‘યુઝ હાર્ટ ફોર એક્શન’ છે જે લોકોને તેમના હૃદયની સંભાળ રાખવા અને તેમના સમુદાયોમાં સ્વસ્થ હૃદય રહી શકે તેવા વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે સક્રિય પગલાં લેવા પ્રોત્સાહિત કરે છે.
આ પ્રસંગે કેન્દ્રીય લઘુમતી અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટથી ભારત મંડપમ સુધીની 3 કિમીની મેરેથોનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. તેમણે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ આપી અને તેમને હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 1:58 પી એમ(PM) | વિશ્વ હૃદય દિવસ