આજે વિશ્વભરમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રસ્તુત છે
રેડિયોનાં મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા અને રેડિયો દ્વારા માહિતી મેળવવા પ્રોત્સાહન આપવા દર વર્ષે 13 ફેબ્રુઆરીનાં રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષનાં વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ છે- રેડિયો અને જળવાયુ પરિવર્તન.
લોકોનાં જીવનને સ્પર્શતો અને વિશ્વભરનાં લોકોને સાથે લાવતા રેડિયોની અનોખી તાકાતને યાદ કરવાનો આ દિવસ છે. વર્ષ 2012થી ઔપચારિક રીતે 13 ફેબ્રુઆરીનાં રોજ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થાય છે. દેશનાં ખૂણે ખૂણે લોકોને સમાચાર તથા મનોરંજન પુરું પાડતો રેડિયો આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત વિધાનસભામાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનો પરિવાર રેડિયોનો અનોખો શોખ ધરાવે છે. બરોડા ડેરીના ડિરેકટર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજિતસિંહ રાઠવાએ વધુમાં આ મુજબ જણાવ્યું.
ગીર સોમનાથ જિલ્લાના વતની માલદેભાઈ દાસા રેડિયોના એક એવા પ્રેમી છે, જેમનો શાળાના દિવસો દરમિયાન શરૂ થયેલો રેડિયો પ્રત્યેનો પ્રેમ આજે પણ તેમના જીવનમાં અકબંધ છે. વેરાવળમાં રહેતા રેડિયો ચાહક માલદે દાસા પાસે વિવિધ કંપનીઓના અને જે તે સમયના 350 થી પણ વધારે રેડિયોનું કલેકશન છે. તેમણે શાળામાં અભ્યાસ કરવાની સાથે સ્વબળે કમાયેલા રૂપિયામાંથી રેડિયો ખરીદ્યો. ત્યારથી લઈને આજ દિન સુધી રેડિયો પ્રેમની આ સફર માલદેભાઇ દાસાના જીવન સાથે સતત વણાયેલી છે.