આજે વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં શિક્ષા સદન ભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય સચિવ અમિત સિંગલા, ચૂંટણી અધિકારીઓ અરુણ ટી અને આશિષ મોહન હાજર હતા.
આહવા ખાતે ઇન્ચાર્જ કલેક્ટર બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રંસગે નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાનો કાર્યક્રમ ચોટીલા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે. સી. સંપટનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો.
Site Admin | જાન્યુઆરી 25, 2025 3:09 પી એમ(PM)
આજે વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી
