આજે વિભાજન વિભીષિકા દિવસ છે. 1947 માં ભારતના ભાગલા દરમિયાન પીડિત લોકોના વેદનાની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. . એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવા અસંખ્ય લોકોને યાદ કર્યા હતા જેઓ ભાગલાની ભયાનકતાને કારણે પ્રભાવિત થયા હતા અને તેમણે ખૂબ જ સહન કર્યુ હતુ. શ્રી મોદીએ કહ્યું કે આ તેમની હિંમતને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે, જે અપાર સહનશક્તિ દર્શાવે છે. તેમણે કહ્યું કે વિભાજનથી પ્રભાવિત થયેલા ઘણા લોકો તેમના જીવનનું પુનર્નિર્માણ કરવા અને અપાર સફળતા પ્રાપ્ત કરવા માટે આગળ વધ્યા હતા. પ્રધાનમંત્રીએ દેશમાં એકતા અને ભાઈચારાની રક્ષા માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રના વિભાજનને કારણે જીવ ગુમાવનારા અને વિસ્થાપિત થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પવા, સરકારે 2021 માં તેમના બલિદાનોની યાદમાં દર વર્ષે 14 ઓગસ્ટને આ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી.
Site Admin | ઓગસ્ટ 14, 2024 2:34 પી એમ(PM)