ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 7:38 પી એમ(PM)

printer

આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાત પાટણ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવ્યો હતો

આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાત પાટણ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
કાંકરેજના ધારાસભ્યે એક સ્કૂલમાં એક જ શિક્ષક વચ્ચે 200 વિદ્યાર્થીઓ ભણે છે…તેમ જણાવીને શિક્ષણને લગતાં સવાલો કર્યા હતાં..જેનો પૂર્વ શિક્ષણમંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ જવાબ આપ્યો હતો.

જ્યારે પાક નુકશાન સરવે અંગે ભાજપના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે 16 જિલ્લામાં પાકને ઘણું નુકશાન થયું છે તેથી સરકાર એ ખેડૂતોને સહાય કરશે કે જેમને એક હેકટર દીઠ 33 ટકાથી વધુ નુકશાન થયું છે. આ ઉપરાંત એસડીઆરએફ ફ્ડમાંથી આ ખેડૂતોને વળતર મળશે.

બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કૃષિ વિભાગના મંત્રીને અતિવૃષ્ટિ મામલે વળતર અંગેના સવાલો કર્યા હતાં. તેમણે કૃષિ મંત્રી દ્વારા સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનું જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ