રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, “આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વિકાસ અંગ્રેજીના જ્ઞાનના આધારે થયો છે, પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનારા સંસ્કૃતથી દૂર છે. આ બંને વચ્ચે તાલમેલ થાય તો તેનું સમાયોજન વિશ્વ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.” ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વ-વિદ્યાલયના 17મા પદવીદાન સમારોહમાં શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું.
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ સુકાંતકુમાર સેનાપતિએ જણાવ્યું, “આ વિશ્વવિદ્યાલય વિકસિત ભારત માટે પાયાનો પથ્થર સાબિત થાય તે રીતે વિદ્યાર્થીઓનું નિર્માણ કરાઈ રહ્યું છે.”
આ પ્રસંગે 23 સુવર્ણ અને ચાર રજત ચંદ્રક સહિત 766 વિદ્યાર્થીને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.