ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આજે લોકસભામાં વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ રજૂ કરાશે

આજે લોકસભામાં વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તેનો અહેવાલ રજૂ કરવામાં આવશે.

વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ – જેપીસી નો અહેવાલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. જેપીસી ના અધ્યક્ષ જગદંબિકા પાલ ભાજપના સાંસદ સંજય જયસ્વાલ સાથે મળીને રિપોર્ટ રજૂ કરશે.
તેઓ સંયુક્ત સમિતિ સમક્ષ આપેલા પુરાવાઓનો રેકોર્ડ પણ રજૂ કરશે. આ રિપોર્ટ ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો છે.
જેપીસીએ 29 જાન્યુઆરીએ વક્ફ સુધારા બિલમાં સુધારો કરીને ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો. સમિતિના વિપક્ષી સભ્યોએ અહેવાલ સાથે પોતાનો અસંમતિ વ્યક્ત કરી છે.
અગાઉ, જેપીસી એ વક્ફ બિલ, 1995 માં 14 કલમો અને કલમો સહિત 25 સુધારાઓને મંજૂરી આપી હતી. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ