લોકસભામાં આજે “એક દેશ એક ચૂંટણી” સંબંધિત 2 ખરડા રજૂ કરાશે.કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલ ગૃહમાં બંધારણ 129મા સુધારા ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ સુધારા ખરડો રજૂ કરશે.
તાજેતરમાં જ સરકારે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરવા માટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવ પર વિચાર માટે નિમાયેલી ઉચ્ચ સ્તરની સમિતિની ભલામણો સ્વીકારી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં નિમાયેલી આ સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકોની સાથે વ્યાપક વિચાર-વિમર્શ કર્યો હતો.
“એક દેશ એક ચૂંટણી”ના સિદ્ધાંતને 2 તબક્કામાં લાગુ કરાશે. પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે યોજાશે. જ્યારે પંચાયત અને નગરપાલિકાઓ જેવી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સામાન્ય ચૂંટણીના 100 દિવસની અંદર યોજાશે.
Site Admin | ડિસેમ્બર 16, 2024 11:42 એ એમ (AM) | akashvaninews | India | Law Minister | Loksabha | news | newsupdate | topnews | અર્જુન મેઘવાળ | કાયદા મંત્રી | કાયદા મંત્રી અર્જુન મેઘવાળ | ચૂંટણી | લોકસભા