આજે રાષ્ટ્રીય રાજધાનીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડનું ફુલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. આ દરમિયાન, T90 ટેન્ક, નાગ મિસાઇલ સિસ્ટમ અને પિનાકા રોકેટ સિસ્ટમે દેશની લશ્કરી શક્તિનું પ્રદર્શન કર્યું. આ ઉપરાંત, સશસ્ત્ર દળોના વિવિધ માર્ચિંગ ટુકડી અને વિવિધ રાજ્યોના ટેબ્લોએ શક્તિ અને સાંસ્કૃતિક ઝલક રજૂ કરી હતી. ભારતીય વાયુસેના ના વિવિધ ફાઇટર જેટ્સ અને વિમાનોએ પણ કર્તવ્ય પથ પર એક આકર્ષક હવાઈ પ્રદર્શન રજૂ કર્યું.
Site Admin | જાન્યુઆરી 23, 2025 7:37 પી એમ(PM) | પ્રજાસત્તાક દિવસ
આજે રાષ્ટ્રીય રાજધાનીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડનું ફુલ ડ્રેસ રિહર્સલ યોજાયું
