આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે. ભારતીય અર્થતંત્ર, સંરક્ષણ અને વેપારમાં દરિયાઈ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશમાં સૌથી વધુ 1600 કી. મી. થી લાંબો દરિયા કિનારો ગુજરાતમાં છે.દરિયાઈ ઉદ્યોગના મહત્વને દર્શાવવા માટે ગુજરાતના અમદાવાદ નજીક લોથલ ખાતે પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ સંકુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારસા અને વિકાસના વિઝન અનુસાર વિકસાવવામાં આવી રહ્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ તબક્કામાં છ આયોજિત સંગ્રહાલય ગેલેરીઓનો સમાવેશ થાય છે.
Site Admin | એપ્રિલ 5, 2025 9:20 એ એમ (AM)
આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. ગુજરાતના લોથલ ખાતે પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ બનશે
