આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં ગ્રાહક ચળવળના મહત્વને ઉજાગર કરવા માટે દરવર્ષે 24 ડિસેમ્બરે ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી આજેરાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત સમારોહની અધ્યક્ષતા કરશે.તેઓ આ પ્રસંગે ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે અનેક પહેલો શરૂ કરશે.
મંત્રાલયે કહ્યું છે કે આ કાર્યક્રમ દરમિયાન ઈ-મેપપોર્ટલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન 2.0,જાગો ગ્રાહક એપ, જાગૃતિ એપ અને જાગૃતિ ડેશ બોર્ડ લોન્ચ કરવામાં આવશે. આ એપ્લિકેશન્સનો હેતુ ગ્રાહકોને છેતરપિંડી તથા કપટપૂર્ણ પ્રવૃત્તિઓથી બચાવવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન, 13 અગ્રણી ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કરશે.
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:29 એ એમ (AM) | રાષ્ટ્રીય ગ્રાહક દિવસ