રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિતે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહેશે.
પ્રખ્યાત યુનાની ચિકિત્સક, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિતે દર વર્ષે 11 ફેબ્રુઆરીને યુનાની દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આયુષ મંત્રાલય હેઠળની અગ્રણી સંશોધન પરિષદ, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન, "સંકલિત આરોગ્ય ઉકેલો માટે યુનાની દવામાં નવીનતાઓ” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરી રહી છે.
આ પરિષદ સંવાદ, સહયોગ અને જ્ઞાનના આદાનપ્રદાન માટે એક મંચ તરીકે સેવા આપશે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં યુનાની દવાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવાનો છે.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 11:35 એ એમ (AM) | Akashvani | akashvaninews | Droupadi Murmu | India | news | newsupdate | President | topnews | દ્રૌપદી મૂર્મુ | ભારત | રાષ્ટ્રપતિ | રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ
આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ યુનાની દિવસ નિમિતે આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે
