આજે રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજના દિવસે સંકલ્પ કરીને પાણીનો ખોટો દુરઉપયોગ ન કરવા તેમજ પાણી બચાવવા માટેના ઉપાયો કરવા લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પાણીના અછતના એંધાણ વરતાઈ રહ્યા છે. પાણી એ આપણી મૂળભૂત જરૂરિયાત છે.
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે નિષ્ણાતો દ્વારા ચર્ચા અને ડોક્યુમેન્ટરી શો યોજાયા હતા. ઉપરાંત આજે અર્થ અવર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.
જામનગરથી અમારાં પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, નવાનગર નેચર કલબ દ્વારા જળ સંચય અને સંગ્રહ તેમજ સમસ્યા અને સમાધાન અંગે આજે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
Site Admin | માર્ચ 22, 2025 7:35 પી એમ(PM)
આજે રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી.
