આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કેટલાક સાંસદોએ જાહેર મહત્વના વિવિધ મુદ્દા ઉઠાવ્યા હતા. ભાજપના સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે સરકારે બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવતા પર પ્રાંતિય મજૂરોના મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક રચના સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને રાજ્યની લોકશાહી, અખંડિતતા અને આંતરિક સુરક્ષા જોખમમાં હોવાની ચિંતા ઉભી કરી છે.
ઉત્તરપ્રદેશના બીજેપીના દર્શના સિંહે ખુલ્લા બોરવેલના કારણે થતા મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણીએ કહ્યું કે ખાસ કરીને બાળકોમાં થતી આ જાનહાનિ, રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. કેરળના કોંગ્રેસના સાંસદ જેબી માથેર હિશામે ગલ્ફ દેશોના હવાઈ ભાડામાં ભારે વધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ગરીબ મજૂરો અને મધ્યમ વર્ગને તે પરવડી શકે તેમ નથી. તેમણે સરકારને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી હતી. આપના સાંસદ સંજય સિંહે દેશમાં કેન્સરના વધતા જતા કેસોનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજેડીના મુઝીબુલ્લા ખાને જણાવ્યું કે ઓડિશા રાજ્યમાં અનેક રાષ્ટ્રીય ધોરી માર્ગોનું નિર્માણ અધૂરું છે.
Site Admin | ઓગસ્ટ 5, 2024 2:42 પી એમ(PM) | રાજ્યસભા