આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અઘ્યક્ષસ્થાને ગુજરાત યુનિવર્સિટીનો 73મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે. આ પ્રસંગે ભૂતપુર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ મુખ્ય અતિથી તરીકે દીક્ષાંત પ્રવચન આપશે, જ્યારે રાજ્યનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટિના અટલ કલામ બિલ્ડીંગ ખાતે સવારે 11-30 કલાકે આયોજિત આ સમારોહમાં 46 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે, જેમાં સૌથી વધુ 23 હજાર 927 વિદ્યાર્થી વાણિજ્ય વિદ્યાશાખાના છે. વિવિધ વિષયો અને ફેકલ્ટીમાં શ્રેષ્ઠ દેખાવ બદલ 260 વિદ્યાર્થીઓને ચંદ્રકો એનાયત કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 8:22 એ એમ (AM)
આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અઘ્યક્ષસ્થાને ગુજરાત યુનિવર્સિટીનો 73મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે
