ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. જોકે, ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજમાં 12, કંડલાના હવાઈમથક, રાજકોટ, અને અમરેલી અને જુનાગઢના કેશોદમાં 14, કંડલા બંદર પર 15 અને અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ડાંગનાં અમારાં પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, જિલ્લામાં 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા આહવા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ગિરિમથક સાપુતારા અને તેના તળેટી વિસ્તાર સહિત બરડ પાણી ગલકુંડ બોરખેત, નીલસાક્યા, ચંખલ સહિત અન્ય ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ