આજે રાજય સહિત સમગ્ર દેશમાં ભાઈબીજનો તહેવાર ઉજવાઇ રહગ્યો છે. હર્ષોલ્લાસના વાતાવરણ વચ્ચે ભાઈ-બહેનના ઘરે જમીને નવું વર્ષ શુભદાયી, ફળદાયી અને લાભદાયી નીવડે તેની શુભેચ્છા મેળવશે. ભાઇબહેનના પ્રેમ અને પવિત્ર બંધનના પ્રતીક સમી ભાઇબીજને યમદ્વીતીયા પણ કહેવાય છે.
પૌરાણિક કથા અનુસાર યમરાજ બહેન યમુનાને મળવા આવ્યા ત્યારબાદથી ભાઇબીજની ઉજવણીની શરૂઆત થઇ હતી. ભાઇબીજમાં બહેન ભાઇને તીલક કરી નાળીયેર આપે છે અને ભાઇના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાઈબીજના તહેવાર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ આ શુભ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચેના સ્નેહમાં વધારો કરે તેવી આશા વ્યક્ત કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ભાઈબીજના તહેવારની શુભેચ્છા પાઠવતાં એક સોશિયલ મીડિયાના સંદેશમાં પ્રેમ, સમર્પણ અને ભક્તિના આ તહેવાર તમામ લોકોને જીવનમાં અનેક ખુશીઓ લઈને આવે તેવી પ્રાર્થના કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના નાગરિકોને ભાઇબીજની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, આ પર્વ આપના જીવનમાં નવી ખુશીઓ લઇને આવે અને સમાજજીવનને વધુ સંતુલિત અને પ્રગતિલક્ષી બનાવે તેવી અભ્યર્થના
Site Admin | નવેમ્બર 3, 2024 3:02 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી