આજે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડની ચૂંટણી યોજાશે.ચૂંટણી માટે રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઈ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યા છે.
ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં ચૂંટણીની તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.
રાજકોટ મતક્ષેત્રની ૧૩ સામાન્ય બેઠક માટે કુલ ૨૩ ઉમેદવાર તથા બે અનામત બેઠક માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. કુલ ૩૩ર મતદારો સવારે ૮:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક સુધી મતાધિકારનો ઉપયોગ કરશે.
આ ચૂંટણી પ્રક્રિયા માટે ૩૫ કર્મચારીઓ અને ૨૧ અનામત કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 17, 2024 7:56 એ એમ (AM) | રાજકોટ
આજે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડની ચૂંટણી યોજાશે.
