આજે યમનના હુથી પર યુએસ સેનાએ 40 થી વધુ હવાઈ હુમલા કર્યા. મીડિયા અહેવાલો અનુસાર, હૌથી-સંચાલિત અલ-મસિરાહ ટીવીના અહેવાલ મુજબ, સના આંતરરાષ્ટ્રીય વિમાનમથક, લશ્કરી સ્થળો અને ઉત્તરના અન્ય વિસ્તારોમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થઇ હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડ્યા છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે મધ્ય સનામાં લશ્કરી છાવણી પર થયેલા હુમલામાં ઘરો, ઇમારતો અને દુકાનોને નુકસાન થયું હતું. હુથીઓએ ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ અને તેલ અવીવ નજીકના લશ્કરી સ્થળ પર બેલિસ્ટિક મિસાઇલો છોડવાની જવાબદારી સ્વીકાર્યાના કલાકો પછી આ હુમલો થયો હતો.
Site Admin | માર્ચ 28, 2025 6:46 પી એમ(PM) | યુએસ
આજે યમનના હુથી પર યુએસ સેનાએ 40 થી વધુ હવાઈ હુમલા કર્યા
