ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે.
આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે. તેમાં રાજ્યના 51 લાખ 41 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શ્રી પાટીલ નવસારીમાં 29 જેટલી આંગણવાડીનું પણ લોકાર્પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ