પશ્ચિમ રેલવે દ્વારા મહેસાણા-પાલનપુર વિભાગમાં કામલી-સિદ્ધપુર સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકનું કામ ચાલતું હોવાથી આજે બ્લૉક લેવાયો છે, જેના કારણે અનેક ટ્રેનને અસર થઈ છે.
આજે મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન, જ્યારે આવતીકાલે આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. ઉપરાંત આજે જોધપુરથી ચાલતી જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન આબુ રોડ સ્ટેશન સુધી ચાલશે.. તેમજ આ ટ્રેન આબુ રોડ-સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તો આવતીકાલે સાબરમતીથી ચાલતી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન આબુ રોડથી જશે.
Site Admin | જૂન 25, 2024 3:39 પી એમ(PM)
આજે મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન, જ્યારે આવતીકાલે આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે
