ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 17, 2024 7:48 પી એમ(PM)

printer

આજે મહિસાગર, રાજકોટ, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગીરસોમાથ જીલ્લાઓમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

આજે મહિસાગર, રાજકોટ, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગીરસોમાથ જીલ્લાઓમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી…
મહિસાગરમાં જંગલની જમીન માટે અરજદારોની રજૂઆતો, સર્વ શિક્ષા અભિયાન, નવીન આંગણવાડીના નિર્માણ, ઝૂંપડપટ્ટી યોજનામાં કેટલા વીજ જોડાણો, ચોમાસા દરમયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું ઝડપથી સમારકામ કરવા અંગેના પ્રશ્ન રજૂ કર્યા હતા.
રાજકોટ જિલ્લામાં આજી રીવરફ્રન્ટની કામગીરી આગળ વધારવા, લોકમેળાનું યોગ્ય બંદોબસ્ત સાથે આયોજન કરવા અંગેની ચર્ચા કરી હતી..
નર્મદા જીલ્લાની સંકલન સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં જીલ્લાના અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ. ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામા આવી હતી.
છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.
દાહોદ જિલ્લામાં રોડ-રસ્તા, ખાણ ખનીજને લગતા પ્રશ્નો, વિકાસના કામોની વિસ્તૃતમાં ચર્ચા કરી નાગરિકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવી જીવન જરૂરીયાતવાળા કામોને પ્રાથમિકતા આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગીરસોમનાથ જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ