દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. કેન્દ્રિય મંત્રીઓ સહિત અન્ય અગ્રણી નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. 27 માર્ચ, 2015ના રોજ, તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમની વ્યક્તિગત મુલાકાત લઈને તેમને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. અટલ બિહારી વાજપેયી ત્રણ વખત પ્રધાનમંત્રી, 10 વખત લોકસભાના સભ્ય, બે વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. તેઓ દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રીમાંના એક હતા. 2005 માં, જ્યારે અટલ બિહારી વાજપેયીએ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યારે તત્કાલિન પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે તેમને વર્તમાન રાજકારણના ભીષ્મ પિતામહ કહ્યા હતા.
1 મે, 1998ના રોજ રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણ, પ્રધાનમંત્રી તરીકે તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે, જેના કારણે ભારત વિશ્વમાં એકમોટા પરમાણુ શક્તિ દેશ તરીકે ઉભરી આવ્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અજોડ યોગદાન માટે યાદ કરવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 2:27 પી એમ(PM) | અટલ બિહારી વાજપેયી
આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ..
