આજે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
પ્રસ્તુત છે.
બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ઉજવણીમાં આજે દેશ દુનિયામાંથી BAPSના લાખો કાર્યકરો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે.
૧૯૭૨માં તૈયાર કરાયેલ કાર્યકરોના એક વિધિવત્ માળખાને આજે 50 વર્ષ પૂર્ણ થતાં સુધી સંસ્થાના કાર્યકરોનું એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે. આ કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે જાન્યુઆરી ૨૦૨૪માં સુરત ખાતે ‘બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ મહોત્સવ’ પર્વનો આરંભ કરવામાં આવ્યો હતો. આજે યોજાનાર આ કાર્યક્રમમાં 2 હજારથી વધુ લોકો વિવિધ પ્રસ્તુતિ કરશે. આ રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ બીજ, વટવૃક્ષ અને ફળ એમ ત્રણ વિભાગમાં રજુ થશે. દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણી શકશે.