આજે બાંગ્લાદેશની સ્થિતિ પર સંસદના બંને ગૃહોમાં ભારતના વિદેશમંત્રીએ નિવેદન આપ્યુ હતું.ડૉ એસ જયશંકરે જણાવ્યું હતું કે, હાલમાં, લગભગ 19 હજાર ભારતીયો બાંગ્લાદેશમાં છે, જેમાં 9 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ઢાકામાં હાઈ કમિશનની સલાહ પર મોટા ભાગના વિદ્યાર્થીઓ ગયા મહિને જ ભારત પરત ફર્યા છે.
ડૉ. જયશંકરે લોકસભા અને રાજ્યસભાને માહિતી આપી હતી કે નવી દિલ્હી બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિને લઈને સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમના રક્ષણ અને સુખાકારીની ખાતરી કરવા માટે વિવિધ જૂથો અને સંગઠનો દ્વારાકામગીરી બજાવવામાં આવી રહી છે.. તેમણે કહ્યું કે ભારત આવી કામગીરીનુ સ્વાગત કરે છે પરંતુ જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ઊંડી ચિંતા રહેશે. તેમણે કહ્યું કે ભારતીય સરહદ સલામતી દળોને પણ આ જટિલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવાની સૂચના આપવામા આવી છે..
તેમણે કહ્યું કે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ દેખીતી રીતે સુરક્ષા સંસ્થાઓના નેતાઓ સાથે બેઠક કર્યા પછી તેમના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. તેમણે માહિતી આપી હતી કે શેખ હસીનાએ સલામતી માટે ભારત આવવાની વિનંતી કરી હતી અને ગઈકાલે સાંજે તેઓ દિલ્હી આવ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 6, 2024 7:39 પી એમ(PM) | બાંગ્લાદેશ