આજે પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ ડાક અધિક્ષક પિયુષ રાજકની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ટપાલ સેવાને લાગતી વિવિધ યોજનાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીના કાર્ય વિસ્તરણ અને દરેક સામાન્ય લોકોને તેનાથી લાભાન્વિત કરવા માટે આવનારા દિવસોમાં યોજાનાર સ્પેશ્યલ ડ્રાઇવની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, કર્મચારીઓએ સેવા માટે જાગૃતિ વધારવા માટે અલગ-અલગ યોજનાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં આઈપીપીબીની સેવાઓની પહોંચ વધારવા પર ચર્ચા કરવામાં આવી.
Site Admin | જુલાઇ 14, 2024 7:55 પી એમ(PM)
આજે પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી
