ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 4:01 પી એમ(PM)

printer

આજે પોષ સુદ પૂર્ણિમાનો દિવસ, માં અંબાનો પ્રાગટ્ય દિવસ

આજે પોષ સુદ પૂર્ણિમાનો દિવસ, માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે. માં અંબાના પ્રાગટ્ય દિવસે વહેલી સવારે અંબાજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી જેમાં મોટી સંખ્યામાં માઈભક્તોએ દર્શન કર્યા હતા. અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સવજી ચોધરી જણાવે છે કે, આજે અંબાજી મંદિર જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આજે પાટોત્સવને કારણે મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો દિવસ દરમિયાન યોજાશે, બપોરે માતાજીને હાથી ઉપર સવાર કરી શોભાયાત્રા નીકળશે જે સાંજે નિજ મંદિર પરત ફરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ