આજે પોલિસ સ્મૃતિ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશનાં પોલિસકર્મીઓની બહાદુરી અને બલિદાનની પ્રશંસા કરી છે. એક સોશિયલ મિડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા પોલિસકર્મીઓનાં અતૂટ સમર્પણને બિરદાવતા જણાવ્યું કે, તેઓ સાહસ અને દ્રઢ સંકલ્પનું ઉદાહરણ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મિડીયા પોસ્ટમાં જણાવ્યું કે, આ પ્રસંગ પોલિસકર્મીઓ અને તેમનાં પરિવારજનોએ રાષ્ટ્રને સલામત રાખવા કરેલા નિઃસ્વાર્થ બલિદાનને યાદ કરવાનો છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજના દિવસ નિમિત્તે સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી.
Site Admin | ઓક્ટોબર 21, 2024 3:19 પી એમ(PM)