ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 7:52 પી એમ(PM)

printer

આજે પોરબંદરનાં વિમાનમથકે હેલિકોપ્ટર તૂટી પડતાં ત્રણ જવાન શહીદ થયા

આજે પોરબંદરનાં વિમાનમથકે હેલિકોપ્ટર તૂટી પડતાં ત્રણ જવાન શહીદ થયા છે. ભારતીય તટરક્ષકનાં ગાંધીનગર સ્થિત પ્રાદેશિક વડામથકે એક યાદીમાં જણાવ્યું છે કે, આજે બપોરે પોરબંદર વિમાનમથકનાં એર એન્કલેવ પર પર એક હેલિકોપ્ટરને નડેલા અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલટ અને ચાલકદળનાં એક જવાન શહીદ થયા છે. નિયમિત તાલીમનાં ભાગ રૂપે ઉડાન દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઘટના બાદ તરત જ પાયલટને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની તપાસ ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ