ભારતીય હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, ગોવા અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.
ઉપરાંત આગામી બે દિવસ ઉત્તર-પશ્ચિમથી અડીને આવેલા મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ આગાહી છે. દરમિયાન રાજસ્થાનમાં પૂરઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હોવાનું હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક સોમા સેને જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 29, 2025 12:51 પી એમ(PM)
આજે પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, ગોવા અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળે મધ્યમ વરસાદની આગાહી
