ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 2:33 પી એમ(PM)

printer

આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લોહરીની ધામધૂમથી ઉજવણી

આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લણણીના તહેવાર લોહરીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આજના દિવસે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફની યાત્રા શરૂ કરતો હોવાથી શિયાળાનો અંત આવે છે અને ઉનાળાની શરૂઆત થાય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ દેશવાસીઓને આજે લોહરીની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આવતી કાલે ઉજવવામાં આવનારા મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુ તહેવારો માટે પણ શુભેચ્છા પાઠવી છે.
ગૃહમંત્રી અમિત શાહે આનંદ અને ઉત્સાહના તહેવાર લોહરી ની દેશવાસીઑ ને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી. શાહે આ તહેવાર દરેકના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે તેમ કહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ